ભારતની પશ્ચિમે ગુજરાત રાજ્યમાં ખેતીલાયક જમીનો, ડુંગરો, સમુદ્ર અને રણ એવી દુનિયામાં અન્ય કોઈપણ ભુ-પ્રદેશ પાસે નથી તેવી પાંચેય ભૌગોલિક વિશેષતાઓ ધરાવતો પ્રદેશ એટલે આપણો કચ્છ પ્રદેશ. એક તરફ અફાટરણ અને બીજી તરફ વિશાળ દરિયાની વચ્ચે પથરાયેલા આ પ્રદેશમાં રણ અને દરિયાની જેમ કચ્છમાં ડુંગરોનું સૌંદર્ય કંઈ ઓછું નથી. આ કામણગારા કચ્છની શોભા તો ખરેખર ગામડાં જ છે. આવું જ એક શોભાયમાન ગામ એટલે કચ્છ જિલ્લાના પાટનગર ભુજથી ૪૦ કિ.મી.ના અંતરે અને નખત્રાણા થી ૧૮ કિ.મી. ના અંતરે આવેલું નખત્રાણા તાલુકાનું ભડલી ગામ...!!! આ ગામ અનેક ડુંગરો- ખીણો-કોતરો-નદીઓ અને નયનરમ્ય સીમાડા વચ્ચે શોભાયમાન છે. આ ભડલી ગામના યુવક મંડળને ૫૦ વર્ષ અને મહિલા મંડળને ૨૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે એ સુવર્ણ પર્વ નિમિત્તે ભડલીની ભવ્યતાની ઝાંખી કરાવવાનો અવસર સાંપડ્યો છે.
આવું જ એક શોભાયમાન ગામ એટલે કચ્છ જિલ્લાના પાટનગર ભુજથી ૪૦ કિ.મી.ના અંતરે અને નખત્રાણા થી ૧૮ કિ.મી. ના અંતરે આવેલું નખત્રાણા તાલુકાનું ભડલી ગામ...!!! આ ગામ અનેક ડુંગરો- ખીણો-કોતરો-નદીઓ અને નયનરમ્ય સીમાડા વચ્ચે શોભાયમાન છે. આ ભડલી ગામના યુવક મંડળને ૫૦ વર્ષ અને મહિલા મંડળને ૨૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે એ સુવર્ણ પર્વ નિમિત્તે ભડલીની ભવ્યતાની ઝાંખી કરાવવાનો અવસર સાંપડ્યો છે.
કહેવાય છે કે અગાઉ ભડલી ગામ નનાઈ ડુંગર પાસે આવેલ વરસાઈ ખેતર નજીક ત્યારબાદ ભીમભેટની તળેટીમાં અને ત્યારપછી ગોયલામ ખેતર બાજુમાં વસાવવામાં આવ્યું હતું. પરંતુ સમય સંજોગો અને પરિસ્થિતિને ધ્યાને લઈ વડીલોએ આવનારી પેઢીને સગવડતા ભરી સ્થિરતા બની રહે તે માટે આવી રીતે ઠેક ઠેકાણે અજમાયસી ધોરણે આ ગામને વસાવી સ્થિર કર્યું. આ ગામમાં એક પ્રજાપતિ કુંભારની ‘ભડલી’ નામે એક કન્યાને વરસાદના એંધાણ અને જ્યોતિષનું ઊંડુ જ્ઞાન હતું જેના કારણે આ ગામનું નામ ભડલી ગામ પડ્યું એમ કહેવાય છે.
તો ગામની ઉત્તરે દાદા ગરીબનાથનું સ્થાનક આવેલું છે. જ્યાં તેના ધૂણાનું ખૂબ મહત્ત્વ છે. દાદા ગરીબનાથની સમાધિ પર આજે પણ ઠેકઠેકાણેથી શ્રધ્ધાળુઓ પોતાની મનોકામના પૂરી કરવા આવે છે. તો વળી દાદાની સમાધિની બાજુમાં જ ભૈરવનાથની મૂર્તિ સ્થાપવામાં આવેલી છે. દર વર્ષે જેઠ મહિનાની અમાસના દિવસે ગરીબનાથ દાદાનો મેળો ભરાય છે. ભડલી ગામના ભવ્ય વારસામાં બીજુ ઘણું બધુ છે. પણ એના માટે તો આપ રૂબરૂ જ ભડલી ગામે પધારશો ત્યારે જણાવશું, માટે અવશ્ય પધારશોજી..